Head Office
Annie Besant Road, Gopipura,
Surat-395001, Gujarat, India.
|
સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા |
|
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ચૌદમી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા ૨૦૨૫-૨૬ માં અમારી શાળાના ૪૭ વિદ્યાર્થીઓએ ભાગ લઈને પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા બદલ તમામ વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
|
|
|
|
ભારતીય સંસ્કૃતિ પરીક્ષા |
|
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી. એન્ડ ટી. વી. સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરામાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે માહિતગાર બને તે માટે ભારતીય સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના કુલ 85 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. શાળાના શિક્ષિકા હેત્વીબેન પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-9 માં પ્રથમ ત્રણ ક્રમ અને ધોરણ-10 માં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તરફથી ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી કિશોરકુમાર પટેલ અને શાળા વહીવટી સમિતિના અધ્યક્ષ પ્રશાંતભાઈ સરૈયા તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
|
![]() |
|
|
|
માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા(SSE) |
|
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત 2025-26 માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં અમારી શાળાના કુલ 31 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમારી શાળાનો ધોરણ 9-Aનો વિદ્યાર્થી રાણા સિધ્ધૈશ જીતેન્દ્ર મેરિટમાં સ્થાન મેળવ્યું હતું.
|
![]() |
|
|
|
વિદ્યાસાધક એવોર્ડ |
|
5મી સપ્ટેમ્બરની ઉજવણી અંતર્ગત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા એનાયત કરવામાં આવતા એવોર્ડમાં અમારી શાળા ના ધોરણ 11 મા ભણતો વિદ્યાર્થી રાણા દેવ દીપકભાઈને વિદ્યાસાધક એવોર્ડ માટે પસંદગી થઈ હતી અને તેને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયો હતો. આ તકે શાળા પરિવાર તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળે શુભેચ્છા પાઠવી હતી.
|
|
|