
ટી. & ટી. વી. સાર્વજનિક વિદ્યાલય,ગોપીપુરા - સુરત ખાતે તા. ૯/૨/૨૦૨૪ - શુક્રવારના રોજ 'રમતોત્સવ - ૨૦૨૩-૨૪' (Sports Day) નું આયોજન થયું હતું જેમાં શાળાનાં બાળવિભાગ તથા ધોરણ ૧ થી ૮ ના બાળકોએ ખૂબ ઉત્સાહ અને ખેલદિલી પૂર્વક ભાગ લીધો હતો,સાથે વાલીમિત્રો અને શિક્ષકમિત્રો માટે પણ વિવિધ રમતો યોજવામાં આવી હતી.
કાર્યક્રમ ના મુખ્ય મહેમાન શ્રી મિત કોસંબિયા (આંતરરાષ્ટ્રિય ખેલાડી જીમ્નાસ્ટીક) તેમજ શાળા વહિવટી સમિતિનાં અધ્યક્ષશ્રી એડવોકેટ પ્રશાંતભાઈ સરૈયા ની વિશેષ ઉપસ્થિતિ તેમજ શાળાનાં આચાર્યા શ્રીમતી દેવ્યાનીબેન લિંમ્બાચીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળ થયો હતો,જેમાં રમતનાં વિજેતા વિદ્યાર્થીઓ,વાલીમિત્રો તથા શિક્ષકમિત્રો ને શાળાના શિક્ષક તેમજ 'રાહી આર્ટ મ્યુઝિક સુરત' ના સૌજન્ય હેઠળ સંચાલક શ્રી રાકેશ વાઘેલા 'રાહી' દ્વારા મેડલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાનાં વ્યાયામ શિક્ષકશ્રી કેતનભાઈ સોલંકી તરફથી તમામ બાળકો ને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
.jpg)