T. & T. V. Sarvajanik Vidyalaya

Republic Day - 2024 Celebration


Republic Day - 2024 Celebration



75 માં ગણતંત્ર દિનની ઉજવણી ટી.એન્ડ ટી.વી.સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરા માં રંગે ચંગે થઈ.
શહેર મધ્યે કોટ વિસ્તારમાં આવેલ મિડલ સ્કૂલમાં 75 માં ગણતંત્ર દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.
આ પ્રસંગે શાળા વહીવટી સમિતિના અધ્યક્ષ પ્રશાંતભાઈ સરૈયા, શાળાના માધ્યમિક વિભાગના આચાર્યા શ્રીમતી ભાવિકાબેન ઠક્કર, પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી દેવ્યાનીબેન લીમ્બાચીયા, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ વરિયાવા, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્યો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, વાલી શિક્ષક મંડળના પ્રમુખશ્રી અજયભાઈ છોવાળા, વાલી શિક્ષક મંડળના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ રાણા, પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યા શ્રીમતી ભાવિકાબેન ઠક્કરે આમંત્રિત મહેમાનોને શાબ્દિક રીતે આવકાર્યા હતા. મહેમાનોને પુષ્પગુચ્છ અને પ્રતિક ભેટ આપી સન્માનિત કર્યા હતા.
શાળા વહીવટી સમિતિ ના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ સરૈયા સાહેબે 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિશે, બંધારણ તથા બંધારણના ઘડવૈયા ડૉકટર બાબાસાહેબ આંબેડકર વિશે તથા ચંદ્રયાન અને સૂર્યયાનની સફળતા દેશ સાચા અર્થમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં વિકાસમાં છે તે વિશે રજૂઆત કરી હતી.
આજના મુખ્ય મહેમાન એવા શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી લાલજીભાઈ રઘુભાઈ માહલા સાહેબના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.. ઝંડા ગીત, રાષ્ટ્રીય ગીત તથા દેશભક્તિ ગીત અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાને તેમના ઉદબોધનમાં જણાવ્યું કે 75 માં સ્વાતંત્ર દિન પર્વની ઉજવણી આપણે કરીએ છીએ તે 1947માં 15મી ઓગસ્ટે આપણે જે આઝાદી મેળવી હતી તેમાં અનેક નામી - અનામી વીરોએ પોતાના બલિદાનો આપ્યા હતા. આઝાદીને ટકાવવાની જવાબદારી હવે પછીની પેઢીના શીરે છે. આ ભાવિ પેઢી સતર્ક બનીને પોતાના દેશની આનબાન અને સાનથી આઝાદીને અવ્વલ રાખશે એવી અપેક્ષા રાખી. તમામ વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં આવનારી અનેક મુશ્કેલીઓનો સામનો કરવા સતર્ક રહેશો એવી અપેક્ષા તેમણે રાખી છે.
આ રાષ્ટ્રીય પર્વને આપણે રંગે ચંગે ઉજવીએ તો છીએ પરંતુ એની સાથે સાથે આપણે આપણાં પોતાના માટે અને રાષ્ટ્રને માટે કંઈક કરી શકીએ એવી સદભાવના પણ કેળવીએ એવો અનુરોધ કર્યો. નીતિમત્તા અને સત્યનિષ્ઠા ઉપર આપણે સવિશેષ ભાર મુકીશું જેથી કરીને આપણે આપણા જીવનને ઉજળું બનાવીશું. પોતાનું જીવન ઉજળું બનશે તો આપમેળે રાષ્ટ્રને ઉજળું બનાવી શકીશું. વિદ્યાર્થી મિત્રો, દેશ માટે પણ કંઈક કરી છૂટવાનો પ્રયત્ન કરજો જેથી કરીને પોતાનું ભવિષ્ય સફળ થાય અને દેશનું નિર્માણ જે સશક્ત છે તે વધુ સશક્ત બને એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી.
કાર્યક્રમને અંતે સૌ મહેમાનો તથા સ્ટાફ મિત્રો અલ્પાહાર લઈ વિદાય થયા.
કાર્યક્રમનું સંચાલન શાળા મદદનીશ શિક્ષિકા મીનાક્ષીબેન પટેલ અને હેતવીબેન પટેલે કર્યું હતું.

 

Click Here...... For Photo Gallery