
તારીખ 27/02/2024 ના રોજ એલ. પી. ડી.હાઈસ્કૂલ પૂણા ગામ ખાતે યુગપુરુષ સ્વામીવિવેકાનંદ ની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધામાં ટી. એન્ડ ટી.વી.માધ્યમિક વિભાગમાંથી રાણા દેવ દિપકભાઈ અને ચૌધરી ભાવિન હરિકેશભાઈ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી જરીવાળા કબીર કિરણકુમાર અને શેખ મો. અનસ અંસાર અહમદે ભાગ લીધો હતો. તેમાં તમામને પ્રમાણપત્ર મળેલ છે અને શેખ મો. અનસ અંસાર અહમદએ આશ્વાસન ઈનામ માં ટ્રોફી અને પ્રમાણપત્ર મેળવેલ છે. તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
Click Here....... For Photo Gallery