T. & T. V. Sarvajanik Vidyalaya

Guru Purnima Celebration


Guru Purnima Celebration



માધ્યમિક વિભાગ
ટી.એન્ડ ટી. વી. સાર્વજનિક વિદ્યાલય, ગોપીપુરા, સુરતમાં આજરોજ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
  • વિદ્યાર્થીઓએ પોતાના વર્ગના ગુરુવર્યને પુષ્પ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
  • વાલી શિક્ષક મંડળના પ્રમુખશ્રી અજયભાઈ છોવાળા દ્વારા તમામ ગુરુવર્યને પ્રતિક ભેટ અર્પણ કરી હતી.
  • વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું.
  • ગુરુના મહત્વ વિશે ગુરુ સ્ટોરી કલ્પનાબેન પટેલે કરી હતી.
  • આજના અનોખા કાર્યક્રમ વિશે આભાર વિધિ પિનલબેન પ્રજાપતિએ કરી હતી.
  • પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય શાળાના આચાર્યશ્રી જગદીશ  પરમારે કર્યું હતું.

Click Here For Photo Gallery

 

પ્રાથમિક વિભાગ

  •  ટી. એન્ડ ટી. વી. સાર્વજનિક વિદ્યાલય (પ્રાથમિક વિભાગ) - ગોપીપુરા,સુરત ખાતે  'ગુરુ પૂર્ણિમા' ની ઉજવણી 'વિ. ટી. ચોકસી બી. એડ. કોલેજ' ના તાલિમાર્થીઓ દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવી હતી જેમા શાળાના આચાર્યાશ્રી દેવ્યાનીબેન લિંમ્બાચીયા તેમજ સમગ્ર શિક્ષકગણ દ્વારા દીપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓએ ગુરુવર્યોની આરતી - પૂજા કરી હતી.
  •  આ સાથે તાલિમાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વ્યક્તવ્યો અને કાવ્ય પઠન તેમજ પ્રસંગ અનુરૂપ પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા હતાં. ઉપરાંત તાલિમાર્થી દ્વારા ગુરુ મહિમા ગાન કરવામાં આવ્યું હતું.
  •  શાળાના આચાર્યાશ્રી દેવ્યાનીબેન લિંમ્બાચીયાએ જીવનમાં ગુરુ નું મહત્વ અંગે ઉદ્‌બોધન આપ્યું હતું તેમજ શિક્ષિકા મોનાબેન દેસાઈ એ આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.