
ટી.એન્ડ ટી.વી સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરા, સુરત.
વર્ષ -૨૦૨૪-૨૫ ના પ્રથમ દિવસે બાળભવન તેમજ ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ બાળકોનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું નાના ભૂલકાઓને કંકુ તિલક કરી સ્વાગત ગીત સાથે બાળકોનું અભિવાદન કરવામાં આવ્યું.
★ સત્રના પ્રથમ દિવસે તમામ ધોરણોના બાળકોને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા તે ઉપરાંત બાળકોની સાથે વાલીઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો. શાળાનો પ્રથમ દિવસ બાળકો માટે અમૂલ્ય ક્ષણ બની ગયો.
મલકાતાં નિર્દોષ હાસ્ય સભર ચહેરાઓ, દોસ્તોની મસ્તી...જો મારુ નવું દફતર! અરે... મારી બેન્ચ પાછળ જ તારી બેન્ચ?? આપણી તો છેલ્લી બેન્ચ.....ઓ.. આતો મારાં દોસ્તોની જઞ્યા.....જેવા કોલાહલ વચ્ચે શિક્ષકોનાં વહાલના સથવારે વર્ઞખંડો જીવંત બનેલાં જોઇ લાંબા વેકેશન બાદ મારી શાળા જાણે ખીલખીલાટ હસતી લાગી.
મમ્મી પપ્પાની હેતભરી આંગળી છોડી શિક્ષકના વહાલપની આંગળી પકડીને શાળાની કૂતુહલ ભરી નવી દુનિયામાં પ્રવેશતાં નાનાં નાનાં ભૂલકાંઓ.
Click Here......For Photo Gallery
Click Here..... For Video Gallery