T. & T. V. Sarvajanik Vidyalaya

Career Guidance Program


Career Guidance Program



STD-10 & 12 માર્ગદર્શન કાર્યક્રમ કૃપેશભાઈ નાયક 8-1-2023

 

અત્રેની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરામાં તા. 8/01/2024 ના રોજ એક શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન અમારી શાળામાં LAC ચેરમેન શ્રી પ્રશાંતભાઈ સરૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. વનિતા વિશ્રામ હાઈસ્કૂલ ના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી કૃપેશભાઈ નાયક આ સેમિનાર ના વક્તા હતા. તેમણે ધોરણ-10 અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓને સુંદર પરીક્ષાલક્ષી ભાથુ પૂરું પાડ્યું.

પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી, સમયનું આયોજન, તમામ વિષયના માળખા અને તેના ગુણભાર બ્લ્યુપ્રિન્ટ ની સમજ, નાપાસ વિદ્યાર્થીને 33 માર્ક કેવી રીતે લાવવા, A2 વિદ્યાર્થીને A1 કેવી રીતે પ્રાપ્ત કરવો એની સુંદર સમાજ આપી. પરીક્ષા એક પર્વ છે એમ માની તેની તૈયારી કરો એવી સુંદર સમજ આપી. ટૂંકમાં આ સેમિનારમાં ધોરણ-10 અને ધોરણ-12 ના 180 જેટલા વિદ્યાર્થીઓ એ લાભ મેળવ્યો. સેમિનાર સુંદર રહ્યો.

 

 

Click Here.......For Photo Gallery